એક છોકરો એન્જીનીઅર થઈ ગયો…
ગઈકાલે ઈસ્કોન ની ચા પીતો છોકરો
હવે કોફી પીતો થઈ ગયો…
ગઈકાલનો જીન્સ – ટી શર્ટ પહેરતો છોકરો
આજે ફોર્મલ્સ પહેરતો થઈ ગયો…
ગઈકાલનો છોકરી પાછળ ભાગતો છોકરો
આજે કસ્ટમર પાછળ દોડતો થઈ ગયો…
રોજ કોલેજની કેન્ટીનમાં જલસાથી ખાતો છોકરો
પથેટિક(Pathetic) ટીફીન ખાતો થઈ ગયો…
ગઈકાલનો હોન્ડા પર ફરતો છોકરો
આજે બી. આર. ટી. એસ. માં અપડાઉન કરતો થઈ ગયો….
અને તો પણ લોકો કે છે કે-
“વાહ તમારો દીકરો તો એન્જીનીઅર થઈ ગયો…!”